VIDEO/ વડોદરા: કોંગ્રેસના શરમજનક પરાજય બાદ જશપાલસિંહ પઢિયારનું પ્રમુખ પદેથી રાજીનામું
વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયારે પોતાના પદ પરથ
વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસના શરમજનક પરાજય બાદ તેમણે આ નિર્ણય લીધો છે. પક્ષની હારની નૈતિક જવાબદારી સ્વીકારતા જશપાલસિંહે પોતાનું રાજીનામું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યું છે. ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસના નબળા દેખાવને પગલે સંગઠનમાં મોટા ફેરફારોની અટકળો વચ્ચે આ રાજીનામાથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.







