VIDEO: ઉપલેટા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન કથીરીયા 6 વર્ષ માટે સસ્પેન્ડ

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે મોટી કાર્યવાહી કરતા ઉપલેટા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન કથીરીયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.ગીતાબેને ભાજપના વ્હીપ વિરુદ્ધ જઈને મોટી પાનેલી જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા આ શિસ્તભંગના પગલાં લેવાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ સસ્પેન્શનનો પત્ર જાહેર કરી ગીતાબેનને પ્રાથમિક અને સક્રિય સભ્યપદ સહિતના તમામ હોદ્દા પરથી દૂર કર્યા છે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત