VIDEO: રાજકોટમાં મહિલા ASI સાથે વાહન છોડાવા મામલે થઈ માથાપચ્ચી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
રાજકોટમાં મહિલા ASI સાથે જાહેરમાં મારામારીનો બનાવ બન્યો છે. કુવાડવા રોડ પરથી ટોંગ
રાજકોટમાં મહિલા ASI સાથે જાહેરમાં મારામારીનો બનાવ બન્યો છે. કુવાડવા રોડ પરથી ટોંગ કરાયેલા સ્કૂટરને છોડવવા બાબતે મહિલા ASI સાથે માતા-પુત્રીએ બબાલ કરી હતી. બોલાચાલીનો મામલો ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. કુવાડવા રોડ પર સેંજલ ભટ્ટી નામની મહિલાનું સ્કૂટર પડ્યુ હતું, આ ટોઈંગ કરાયેલા વાહનને છોડાવવા બાબતે સેજલ ભટ્ટી સાથે અન્ય એક મહિલા અને તેની પુત્રી પણ હતી.
મહિલા ASI સાથે માતા-પુત્રીએ કરી માથાપચ્ચી
મહિલા પોલીસ દ્વારા નિયમ મુજબ વાહન છોડવામાં આવશે તેવું કહેતા માતા-પુત્રીએ બોલાચાલી કરી બાદમાં મહિલા એએસઆઈ સાથે મારામારી પણ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને મહિલા એએસઆઈ રાધિકા મકવાણાએ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: અંકલેશ્વર: ડ્રાઈવરને ઝોકું આવતા કારની ઝાડ સાથે ટક્કર, ભાવનગરના પરિવારના 3ના મોત
આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા
બી-ડિવિઝન પોલીસ મથકે ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. મારામારીની આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે. જીએસટીવા આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી..






