VIDEO/ ટ્રમ્પની ઈરાનને આખરી ચેતવણી: ‘જલ્દી ડીલ સાઈન કરો નહીંતર ઈરાનનો ભયાનક અંત આવશે’
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ અપનાવતા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે જો તેઓ વહેલી તકે સમજૂતી પર હસ્તાક્ષર નહીં કરે, તો ભવિષ્યમાં ઈરાનને વધુ જોરદાર અને હિંસક રીતે ખતમ કરી દેવામાં આવશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર માહિતી આપી હતી કે હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલી ભીષણ ગોળીબાર વચ્ચે અમેરિકાના ત્રણ વિશ્વસ્તરીય ડેસ્ટ્રોયર જહાજો કોઈ પણ નુકસાન વિના સુરક્ષિત બહાર નીકળી ગયા છે, જ્યારે ઈરાની હુમલાખોરોની અનેક નાની નૌકાઓ તબાહ થઈ ગઈ છે.
ટ્રમ્પે ઈરાની મિસાઈલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડવાની ઘટનાને સુંદર રીતે વર્ણવી હતી. ઈરાનના નેતૃત્વને 'પાગલ' ગણાવતા તેમણે ઉમેર્યું કે ઈરાન એક સામાન્ય દેશ નથી અને જો તેમની પાસે પરમાણુ હથિયાર હોત, તો તેઓ તેનો ઉપયોગ કરતા ખચકાત નહીં. અંતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાનને ક્યારેય તે તક મળશે નહીં અને જો તણાવ ઘટાડીને જલ્દી ડીલ સાઈન કરવામાં નહીં આવે, તો અમેરિકા તરફથી આનાથી પણ વધુ ભયાનક જવાબી કાર્યવાહી કરવામાં આવશે.



