મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધનસુરા હાઈવે પર ટ્રક ભડભડ સળગી ઉઠી

મોડાસા ધનસુરા હાઈવે પર શિકા ચોકડી નજીક વહેલી પરોઢે એક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની. ટ્રકમાં તેલના ડબ્બા અને કાપ

મોડાસા ધનસુરા હાઈવે પર શિકા ચોકડી નજીક વહેલી પરોઢે એક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની. ટ્રકમાં તેલના ડબ્બા અને કાપડ ભરેલા હતા, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હશે. સદનસીબે, આ ઘટનામાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર બંનેનો આબાદ બચાવ થયો, અને તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા.ઘટનાની જાણ થતાં જ મોડાસા પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે વોટર ફાઈટિંગની મદદથી આગ પર કાબૂ મેળવ્યો અને સ્થિતિને નિયંત્રણમાં લાવી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ સમાચાર શેર કરો