VIDEO: બ્રિટિશ પીએમની વાતનું અનુવાદ કરતાં ટ્રાન્સલેટર અટકી, પ્રધાનમંત્રી મોદીએ સ્મિત કરીને જાણો શું જવાબ આપ્યો
બ્રિટનના પ્રવાસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમકક્ષ કીર સ્ટાર્મર સાથે એક સંયુક્ત પત્રક
બ્રિટનના પ્રવાસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમકક્ષ કીર સ્ટાર્મર સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન સ્ટાર્મરના ભાષણનું હિન્દીમાં અનુવાદ કરી રહેલી ટ્રાન્સલેટર થોડીક ક્ષણ માટે અનુવાદ કરવામાં અટવાઈ ગઈ હતી.
કોઈ વાંધો નહીં, આપણે વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ
ટ્રાન્સલેટરે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કર્યા બાદ થોડોક સમય અટકી અને પછી માફી માંગી હતી. વડાપ્રધાને વાતાવરણને હળવું કરતાં કરતાં જવાબ આપ્યો કે કોઈ વાંધો નહીં, આપણે વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. ચિંતા ન કરશો. આ ટિપ્પણી પર ત્યાં હાજર લોકો હસવા લાગ્યા ઔપચારિક કૂટનીતિક માહોલમાં સહજતા જોવા મળી.
સ્ટાર્મરે આપી પ્રતિક્રિયા
પીએમ મોદીની આ વાત પર બ્રિટિશ પીએમ પણ હસતાં દેખાયા અને તેમણે કહ્યું કે મને લાગે છે કે આપણે એકબીજાને સારી રીતે સમજીએ છીએ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઇ રહ્યો છે. દરમિયાન પીએમ મોદીએ આતંકવાદ અંગે વાત કરતાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કર્યો અને ખાલિસ્તાની સમૂહ તથા પશ્ચિમી દેશોને કડક મેસેજ આપ્યો.






