ભારત- બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, કપડાંથી લઈને કાર સુધીની વસ્તુઓ થશે સસ્તી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની બે દિવસની મુલાકાતે છે. આ દરિમયાન તેમણે લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી. ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ અને તેમાં મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
https:///twitter.com/ANI/status/1948329992322249167
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે આપણા સંબંધોમાં એક ઐતિહાસિક દિવસ છે. મને આનંદ છે કે ઘણા વર્ષોની મહેનત પછી, આજે આપણા બંને દેશોએ વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
દ્વિપક્ષીય સંબંધો વિશે કરી ચર્ચા
ભારત-બ્રિટન વેપાર કરાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કરાર કરતા પહેલાં તેમણે બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર અને કિંગ કિંગ ચાર્લ્સ તૃતીય સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી અને બંને દેશોના સંબંધ વિશે ચર્ચા કરી હતી.
આર્થિક વિકાસ માટેની મોટી જીત: સ્ટાર્મર
કરાર પહેલાં વડાપ્રધાન સ્ટાર્મરે કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમે જે ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે, તે નોકરી અને આર્થિક વિકાસ માટેની એક મોટી જીત છે. આ કરાર હેઠળ ટેરિફમાં કાપથી લઈને કપડાં, જૂતા અને ખાદ્ય ઉત્પાદનોની કિંમત સસ્તી થશે.
શું છે FTA?
FTA (મુક્ત વેપાર કરાર) બે દેશો વચ્ચેના વેપારને સરળ બનાવનારો કરાર છે. જે હેઠળ બંને દેશ એકબીજાના ઉત્પાદન પર લાગતી ઇમ્પોર્ટ ડ્યૂટી, ટેરિફ અથવા ટેક્સને ઓછો કરે છે કાં તો ખતમ કરે છે. નોંધનીય છે કે, ભારત અને યુકે વચ્ચે FTAને લઈને ત્રણ વર્ષથી વાટાઘાટો થઈ રહી છે.
આ કરારથી ચામડું, જૂતા અને કપડાંને ઓછા ભાવે નિકાસ કરવું સંભવ થશે. જોકે, બ્રિટનથી વ્હિસ્કી અને કારની આયાત સસ્તી થશે. મોદી કેબિનેટે બુધવારે (23 જુલાઈ)એ ATFને મંજૂરી આપી હતી. આ કરાર પર હસ્તાક્ષર બાદ બ્રિટિશ સાંસદની મંજૂરી લેવામાં આવશે, ત્યાર બાદ તે લાગુ થશે.

