VIDEO/ ઇન્દોરમાં ટ્રાફિક કોન્સ્ટેબલનો આપઘાત: ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ બેડામાં શોકનો માહોલ
મધ્યપ્રદેશના ઇન્દોરમાં ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલ અંકિત તોમરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા
મધ્યપ્રદેશના ઇન્દોરમાં ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલ અંકિત તોમરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી .આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, કોન્સ્ટેબલ લાંબા સમયથી માનસિક તણાવમાં હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાયી હતી . આ ઘટનાને પગલે પોલીસ પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ હતી



