VIDEO/ રાજકોટમાં NEET પરીક્ષા માટે સઘન સુરક્ષા
દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની સૌથી મહત્વની ગણાતી નીટની પરીક્ષા રાજકોટમાં કડક સુરક્ષા અને પારદર્શિતા વ
દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની સૌથી મહત્વની ગણાતી નીટની પરીક્ષા રાજકોટમાં કડક સુરક્ષા અને પારદર્શિતા વચ્ચે યોજાઈ. શહેરના વિવિધ કેન્દ્રો પર હજારો વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય અજમાવવા પહોંચ્યા....રાજકોટના પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષામાં કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે જેમેર, બાયોમેટ્રિક હાજરી અને મેટલ ડિટેક્ટર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત કેન્દ્રોની સમીક્ષા કરવામાં આવી રહી છે. ગરમીને ધ્યાનમાં રાખી કેન્દ્રો પર પાણી અને તબીબી સુવિધાની પણ વ્યવસ્થા કરાઈ છે. વાલીઓમાં પણ ઉત્સાહ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.







