VIDEO: પૈસાદાર નબીરાઓનો સત્તાનો નશો પોલીસે ઉતારવો જોઈએ, MLA જીગ્નેશ મેવાણીના તંત્ર પર ગંભીર આરોપ
ગુજરાતમાં ભાવનગર અને માલણમાં પોલીસ પુત્રોએ બેફામ કાર ચલાવીને ગંભીર અકસ્માત સર્જ્યો હત
ગુજરાતમાં ભાવનગર અને માલણમાં પોલીસ પુત્રોએ બેફામ કાર ચલાવીને ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેમાં સામાન્ય માણસોના મોત નિપજ્યા હતું. આ મામલે MLA જીગ્નેશ મેવાણીએ સરકાર અને પોલીસ પર આકરા પ્રહાર કરીને આડે હાથ લીધા હતા.
પીડિત પરિવાર ને શ્રદ્ધાંજલિ અને સંવેદના આપું છું
પીડિત પરિવાર ને શ્રદ્ધાંજલિ અને સંવેદના આપું છું અને તેમને ન્યાય મળે તેની માંગણી કરું છું. ગુજરાતમાં પૈસાદાર બાપના નબીરાઓ મોંઘી દાટ ગાડીઓથી અકસ્માત સર્જતા હોય છે
જાહેરાત
પોલીસ કર્મચારીઓના ચિરંજીવી અને નબીરા પુત્રોનો સત્તાનો નશો ઉતારવો જોઈએ
તેમણે જણાવ્યું કે સરકારે પોલીસ કર્મચારીઓના ચિરંજીવી અને નબીરા પુત્રોનો સત્તાનો નશો ઉતારવો જોઈએ. પિતા પોલીસમાં છે એ ઘમંડમાં અકસ્માત સર્જીને નિર્દોષ લોકોના જીવ લીધા છે. મારી માંગ એક જ છે કે આ અંગે ગૃહ મંત્રી યોગ્ય તપાસ કરે અને પોલીસ પુત્ર સામે કાયદેસરની સખ્ત કાર્યવાહી કરે.
જાહેરાત








