મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સૂર સામ્રાજ્ઞીનો અસ્ત! આશા ભોંસલેના નિધનથી દેશ સ્તબ્ધ, હર્ષ સંઘવીએ કહ્યું- "તેમનો અવાજ નકારાત્મકતા દૂર કરનાર હતો"

VIDEO: ભારતીય સંગીત આકાશનો એક ઝગમગતો તારો આજે કાયમ માટે અસ્ત પામ્યો છે. દેશની સુપ્રસિદ્ધ પાશ્વગાયિકા અને કરોડો દિલો પર રાજ કરનાર આશા ભોંસલેનું શનિવારે હૃદયરોગના હુમલાને કારણે સારવાર દરમિયાન નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર દેશમાં અને સંગીત જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. હર્ષ સંઘવીની પ્રતિક્રિયાગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આશા ભોંસલેના અવસાન અંગે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "આજે આપણે એક એવી વિભૂતિને ગુમાવ્યા છે જેમનો અવાજ માત્ર મનોરંજન નહીં, પણ જીવવાની પ્રેરણા હતો. તેમની ધૂન કોઈપણ વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરી

તસવીર: GSTV

VIDEO: ભારતીય સંગીત આકાશનો એક ઝગમગતો તારો આજે કાયમ માટે અસ્ત પામ્યો છે. દેશની સુપ્રસિદ્ધ પાશ્વગાયિકા અને કરોડો દિલો પર રાજ કરનાર આશા ભોંસલેનું શનિવારે હૃદયરોગના હુમલાને કારણે સારવાર દરમિયાન નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર દેશમાં અને સંગીત જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આશા ભોંસલેના અવસાન અંગે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "આજે આપણે એક એવી વિભૂતિને ગુમાવ્યા છે જેમનો અવાજ માત્ર મનોરંજન નહીં, પણ જીવવાની પ્રેરણા હતો. તેમની ધૂન કોઈપણ વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરી સકારાત્મક ઉર્જા ભરવાનું સામર્થ્ય ધરાવતી હતી."

સંગીત જગતને મોટી ખોટ
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આશાજીનો અવાજ પેઢીઓ સુધી ગુંજતો રહેશે. તેમણે આશાજીના પરિવારજનો અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા તેમના ચાહકોને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી. સંગીત જગત માટે આ ક્યારેય ન પુરાય તેવી ખોટ છે.

આ સમાચાર શેર કરો