VIDEO: અમદાવાદના પૂર્વ ઝોનની સૌથી મોટી સમસ્યાનો આવ્યો અંત, 5 લાખ લોકોને થશે લાભ
ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા દ
ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનમાં 81.40 કરોડના ખર્ચે નવી ઇસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું હતું . આ ટ્રંક લાઇન નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ અને રામોલ-હાથીજણ વોર્ડને આવરી લે છે, જેનાથી પૂર્વ અમદાવાદના આ વિસ્તારોમાં ડ્રેનેજ ઓવરફ્લોની ચિરસ્થાયી સમસ્યાનું નિરાકરણ થશે.
વરસાદી પાણી અને ગટરના નિકાલની સમસ્યા હળવી થશે
આ પ્રોજેક્ટથી રામોલ, ઓઢવ, હાથીજણ અને નિકોલ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી અને ગટરના નિકાલની સમસ્યા હળવી થશે, જે સ્થાનિક રહેવાસીઓ માટે મોટી રાહત લાવશે. પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ ઓવરફ્લોનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં હતો, અને આ નવી ટ્રંક લાઇનથી શહેરની ડ્રેનેજ વ્યવસ્થા મજબૂત બનશે.
આરોગ્ય મંત્રીએ વિશ્વાસ દાખવ્યો હતો કે નવી ડ્રેનેજ સિસ્ટમથી સમસ્યાનું નિરાકરણ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રામોલ, ઓઢવ, હાથીજણ અને નિકોલ વિસ્તારના ગંદા ગટરના પાણીનો નિકાલ થશો. તો બીજી તરફ 5 લાખ જેટલા લોકો જે આ સમસ્યાથી ઝઝૂમતા હતા તેમની સમસ્યાનું નિરાકણ આવશે, તો બીજી તરફ આરોગ્ય મંત્રીએ વિશ્વાસ દાખવ્યો હતો કે નવી ડ્રેનેજ સિસ્ટમથી સમસ્યાનું નિરાકરણ થઈ જશે.







