VIDEO: વિરમગામના ભરવાડી દરવાજા અંદરનો વિસ્તાર જળબંબાકાર, દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને થયું નુકસાન

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જા

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે  વિરમગામ શહેરના ભરવાડી દરવાજા અંદરના વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા. તો બીજી તરફ વરસાદી પાણી દુકાનોમાં  ઘુસતા વેપારીઓ ને દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી.

ભરવાડી દરવાજા અંદરના વિસ્તારમાં જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ

વિરમગામ શહેરમાં આજે પડેલા ધોધમાર વરસાદના કારણે ભરવાડી દરવાજા અંદરના વિસ્તારમાં જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ હતી. વરસાદની અસરમાં મુખ્ય બજાર વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓએ તાત્કાલિક દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી.

જાહેરાત

વેપારીઓએ તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો

વેપારીઓએ તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, દર વર્ષે આવાજ દ્રશ્ય સર્જાય છે, તંત્ર માત્ર કાગળ ઉપર જ પ્રિ-મોનસૂન કામગીરી દર્શાવે છે. જળબંબાકાર પાણીના દ્રશ્ય વચ્ચે નાના બાળકો રસ્તા પર જ સ્વિમિંગ પૂલ બની ગયેલા પાણીમાં તણાઈ રમતા જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત