મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટી: પ્રમુખ અને મંત્રીને હોદ્દા પરથી દૂર કરવાના આદેશ પર સ્ટે

વિવાદોમાં ઘેરાયેલી ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટી મામલે મોટો વળાંક આવ્યો છે. જિલ્લા રજિસ્

તસવીર: gstv

વિવાદોમાં ઘેરાયેલી ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટી મામલે મોટો વળાંક આવ્યો છે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા પ્રમુખ દિનેશ બારીયા અને મંત્રી ચંદ્રકાન્ત વાળંદને હોદ્દા પરથી દૂર કરવાના આદેશ પર રાજ્ય રજિસ્ટ્રારે તાત્કાલિક સ્ટે મૂકી દીધો છે. રાજ્ય રજિસ્ટ્રારે પ્રથમ દ્રષ્ટિએ જિલ્લા રજિસ્ટ્રારનો હુકમ ભૂલભરેલો જણાતા બંને સત્તાધિશોની સત્તા યથાવત રાખી છે. આરોપ છે કે મંડળીના કેટલાક સભ્યોના દબાણમાં આવી નિયમિત તપાસ કર્યા વગર સીધો હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ 2 કરોડની ઉચ્ચપત મામલે ચર્ચામાં રહેલી આ મંડળી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. રાજ્ય રજિસ્ટ્રારના આ નિર્ણય બાદ વિરોધી જૂથને મોટો ઝટકો લાગ્યો છે અને મંડળીનો વહીવટ ફરી કાયદેસરના સત્તાધિશોના હાથમાં આવ્યો છે..

આ સમાચાર શેર કરો