VIDEO: જેતપુરના ચોકીધાર ચેકપોસ્ટ પર Thar ચાલકે કોન્સ્ટેબલને કચડવાનો કર્યો પ્રયાસ
ગુજરાતના જેતપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેતપુરના ચોકીધાર ચેકપોસ્ટ પર
ગુજરાતના જેતપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેતપુરના ચોકીધાર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ટ્રાફિક પોલીસે થાર કાર ચાલકને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કોન્સ્ટેબલના પગ પર કાર ચડાવી દીધી, જેના કારણે કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયો. ઘટના બાદ ચાલક નાસી છૂટ્યો હતો, પરંતુ પોલીસે યાત્રાધામ વીરપુરના ચામુંડા ચોક પાસેથી તેની અટકાયત કરી લીધી.
થાર ચાલક અને મહિલા વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ ઉપરાંત, થાર કારમાં સવાર એક મહિલાએ પોલીસને અપશબ્દો કહ્યા હોવાનો પણ આરોપ છે. ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ મામલે થાર ચાલક અને મહિલા વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
જાહેરાત








