VIDEO: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે. કાળઝાળ ગરમીથી માત્ર મનુષ્યો જ નહીં, પર
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે. કાળઝાળ ગરમીથી માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ અબોલ પશુ-પંખીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી સ્થિતિમાં વડોદરાના સયાજી બાગ ઝૂ પ્રશાસન દ્વારા વન્યજીવોને ભીષણ ગરમી અને વધતા તાપમાનથી રાહત આપવા માટે ખાસ ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણીઓના પાંજરામાં ખાસ કુલર, ફોગર્સ અને સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે, જેથી તાપમાન નિયંત્રણમાં રહે. આ ઉપરાંત, રીંછ અને વાઘ જેવા પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે ઠંડા પાણીના કુંડ તૈયાર કરાયા છે. તેમજ તેમના આહારમાં પણ ફેરફાર કરીને ગ્લુકોઝ અને ઠંડા ફળોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી તેઓ ડિહાઇડ્રેશનથી બચી શકે.


