મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં 2 બાળકોને ઝેર આપી શિક્ષકના આપઘાતમાં પત્નીના અફેરથી ત્રાસી પગલું ભર્યાનો ખુલાસો

VIDEO: સુરત શહેરના જિલ્લા પંચાયત

VIDEO:  સુરત શહેરના જિલ્લા પંચાયતમાં ગત રોજ બે બાળકોને ઝેર આપીને શિક્ષક દ્વારા આપઘાત કરી લીધો હતો. જેને લઈ ઉમરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતક શિક્ષકની સ્યુસાઈડ નોટ ડાયરી રૂપમમાં લખેલી હકીકતને લઈ પોલીસે આખો કેસ ઉકેલી લીધો હતો. જેમાં મૃતક શિક્ષકે પોતાની પત્ની ફાલ્ગુની અને તેના મિત્ર નરેશ રાઠોડના અફેરથી ત્રાસી કંટાળી આપઘાત કરી લીધો હતો. ફાલ્ગુનીનું અફેર હતું તે નરેશ રાઠોડ ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે. મૃતક અલ્પેશ સોલંકી આપઘાત કરવાની પહેલા એક મહિના અગાઉથી ડાયરી લખતો હતો. મૃતકની પત્ની ફાલ્ગુની જે વર્તન કરતી તે બાબતે વિગતવાર ડાયરીમાં લખાણ કર્યું હતું. જેથી પોલીસે મૃતકની પત્ની અને તેના મિત્રની ધરપકડ કરી દુષ્પ્રેરણાની કલમ બીએનએસ 108 હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ સમાચાર શેર કરો