VIDEO: સુરત શહેર પોલીસે શસ્ત્ર પ્રદર્શન 2026નું આયોજન કર્યું

સુરત શહેર પોલીસ દ્વારા 66મા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય શસ્ત્ર પ્રદર્શન 2026

સુરત શહેર પોલીસ દ્વારા 66મા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય શસ્ત્ર પ્રદર્શન 2026નું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને કલેક્ટર સહિતના મહાનુભાવોએ આ પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. અહીં કુલ 31 સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં આધુનિક ગન, બોમ્બ સ્ક્વોડના સાધનો, સાયબર ક્રાઈમ અને ટ્રાફિક સુરક્ષા અંગેની વિગતો પ્રદર્શિત કરવામાં આવી છે.આ પ્રદર્શન આજથી 1 મે સુધી જનતા માટે ખુલ્લું રહેશે. ખાસ કરીને શાળાના બાળકો મોટી સંખ્યામાં આ પ્રદર્શન નિહાળવા ઉમટી રહ્યા છે. આ આયોજનનો મુખ્ય હેતુ નાગરિકો પોલીસની કાર્યશૈલી અને અત્યાધુનિક શસ્ત્રોથી માહિતગાર થાય તેવો છે. સુરત પોલીસની આ પહેલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત