મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ સુરત: સીમાડા નાકા પાસે ચાલુ કાર બની 'આગનો ગોળો

સુરતના સીમાડા નાકા વિસ્તારમાં ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરા

સુરતના સીમાડા નાકા વિસ્તારમાં ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાંથી ઊંચી જ્વાળાઓ ઉઠતા સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આગના કારણે રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ ઓલવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ સમાચાર શેર કરો