મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO / Surat: કોંગ્રેસના હોદ્દેદારો સહિત 30 લોકો AAPમાં જોડાયા

સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં 30થી વધુ ખૂબ જ

તસવીર: gstv

સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં 30થી વધુ ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો ટોપી અને ખેસ પહેરીને વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આમ આદમી પાર્ટીમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો

પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની સાથે-સાથે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક સહિત આમ આદમી પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ તમામ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિપુલ ઉધના વાલાની નિમણૂક થયા બાદ મોટા પાયે તેનો વિરોધ થઈ રહ્યો છે અને અનેક રાજીનામા પણ પડી ચૂક્યા છે. તમામ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આપમાં જોડાઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો