VIDEO: રાજ ઠાકરેએ ગુજરાતીઓ અને સરદાર પટેલ વિરુદ્ધ કરેલા નિવેદન અંગે SPG અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન
VIDEO: છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં ભાષા
VIDEO: છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં ભાષાને લઈ ઉઠેલા વિવાદમાં રાજ ઠાકરે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. રાજ ઠાકરેએ ગુજરાતીઓ તેમજ સરદાર સામે કરેલા નિવેદન અંગે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું કે, રાજ ઠાકરેની માનસિકતા હંમેશા ગુજારીતઓ વિરુદ્ધ રહી છે. રાજ ઠાકરેને મરાઠીઓ સીવાય કોઈ સમાજના લોકો ગમતા નથી. રાજ ઠાકરે વારંવાર ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે. સરદાર પટેલને અપમાનિત કર્યા છે જો તમે ગુજરાતમાં આવશો તો તમારો વિરોધ થશે. ગુજરાતમાં હજારો લોકો મહારાષ્ટ્રથી કામ-ધંધા માટે આવે છે.
અમે એમને માન-સન્માન આપીએ છીએ. ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ મહારાષ્ટ્રના છે તેમને મુખ્યમંત્રી જેટલું સન્માન ગુજરાતીઓ આપે છે. જો અમે અહીંયા તમામ રાજ્યોના લોકોનું સન્માન કરતા હોઈએ તો તમને શું તકલીફ છે. આવુંને આવું જો રાજ ઠાકરે કરશે તો તેમના ગુજરાતમાં કોઈ કાર્યક્રમ હશે તો spg જાહેરમાં વિરોધ કરશે. રાજ ઠાકરેની માનસિકતા અપમાનજનક રહી છે. આજે જો બધા સાથે મળીને રાજ ઠાકરે રહ્યા હોત તો મહારાષ્ટ્રમાં રાજ કરતા હોત. દરેક રાજ્યના લોકોનું સન્માન કરતા નહીં શીખો તો રાજનીતિમાં પાવર ક્યારેય નહીં આવે. મહાન પુરુષ એવા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલનું અપમાન કરશો તો આવનારા સમયમાં આ અપમાન રાજ ઠાકરેને ભારે પડશે.



