VIDEO: સાબરમતીમાં પાણીની સાથે સાપ તરી આવ્યા, પાણીનું વહેણ વધ્યા બાદ નદી જોખમી બની

અમદાવાદના વાસણા બેરેજના 25 ગેટ ખોલવામાં આવ્યા છે, જેના દ્વારા સાબરમતી નદીમાં 51,126 ક્યુસેક પાણી છોડવામાં આ

અમદાવાદના વાસણા બેરેજના 25 ગેટ ખોલવામાં આવ્યા છે, જેના દ્વારા સાબરમતી નદીમાં 51,126 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગેટ નંબર 5થી 29 સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી પાણીની આવક વધી છે, જેના લીધે વાસણા બેરેજમાંથી પણ વધુ પાણી છોડવાની સંભાવના છે.આ સ્થિતિને ધ્યાને લઈ, વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારના ગામોના રહેવાસીઓને સાબરમતી નદીના કાંઠે ન જવા સૂચના અપાઈ છે. સાબરમતીમાં પાણીનું સ્તર વધ્યું છે. તો બીજી તરફ પાણી સાથે સાપ પણ તરી આવ્યા હતા. 

સાબરમતીમાં પાણીના વહેણ વધતા સાપ આવ્યા

સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ તરફનો લોઅર પ્રોમિનાડ બંધ કરવામાં આવ્યો છે. સાબરમતીમાં પાણીનું વહેણ વધ્યું છે. જેના કારણે નદી જોખમી બની છે. આ સિવાય આ પાણી રિવરફ્રન્ટના વોક વે સુધી પહોંચી ગયું છે. રિવરફ્રન્ટ પર પાણી ભરાવાના કારણે હાલ, રિવરફ્રન્ટ વોક-વે આવનારા આદેશ સુધી બંધ કરવામાં આવ્યો છે. હાલ કોઈ લોકો નદીની આસપાસ કે, વોક-વે જઈ શકશે નહીં. તેમજ નદી કાંઠે રહેતા લોકોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે. 

જાહેરાત

  સાબરમતીમાં પાણી છોડાયા બાદ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. મહેસાણાથી લઈને સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. નોંધનીય છે કે, ધરોઈ ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો થતાં તેના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને આ પાણી સાબરતી નદીમાં છોડવામાં આવ્યું હતું. આ સિવાય ગાંધીનગના સંત સરોવરમાંથી પણ 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને 31 હજાર ક્યુસેક પાણી વાસણા બેરેજમાંથી છોડવામાં આવી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત