મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ જિલ્લા પંચાયતમાં સાદગીપૂર્ણ પદભાર ગ્રહણ

અમદાવાદ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા શનિવારે યોજાઈ હતી, જેમાં નવનિયુક્ત પદાધિકારીઓએ

અમદાવાદ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા શનિવારે યોજાઈ હતી, જેમાં નવનિયુક્ત પદાધિકારીઓએ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને પક્ષના નેતાએ હોદ્દાનો ચાર્જ લીધો હતો. હાલમાં પ્રવર્તમાન પેટ્રોલ-ડીઝલની કટોકટી અને સંવેદનશીલ સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારના ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું ન હતું.

એટલું જ નહીં, નવનિયુક્ત પ્રમુખે તેમના ટેકેદારોને ભીડ એકઠી કરવાને બદલે માત્ર ફોન દ્વારા જ અભિનંદન પાઠવવા સ્પષ્ટ સૂચના આપી હતી. પોતાના સંબોધનમાં પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકારના માર્ગદર્શન હેઠળ ગામડાઓ સુધી વિકાસના કામો પહોંચ્યા છે અને તે જ ગતિને અમદાવાદ જિલ્લામાં જાળવી રાખવામાં આવશે. સરકારની તમામ લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના ગામ સુધી પહોંચાડવી એ જ આગામી સમયની તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સમાચાર શેર કરો