મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ પંચમહાલ: શહેરાના ખાંડીયા ગામે કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર

પંચમહાલના શહેરા તાલુકાના ખાંડીયા ગામે આવેલ દાણ ફેક્ટરી પાછળથી પસાર થતી હાઈ લેવલ કેનાલમા

પંચમહાલના શહેરા તાલુકાના ખાંડીયા ગામે આવેલ દાણ ફેક્ટરી પાછળથી પસાર થતી હાઈ લેવલ કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ ખાંડીયા ગામના જ ચાવડા ફળિયાના આશરે ૩૫ વર્ષીય રાજેન્દ્ર ચાવડાનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના લોકટોળાએ કેનાલ કિનારે ઉમટી પડ્યા હતા. શહેરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચાર શેર કરો