VIDEO: ડાકોરમાં શનિ મહોત્સવની ભવ્ય ઉજવણી, શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર-ઉમરેઠ રોડ પર આવેલા પૌરાણિક શનિદેવ મંદિરે શનિ
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર-ઉમરેઠ રોડ પર આવેલા પૌરાણિક શનિદેવ મંદિરે શનિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પૃથ્વીના હાજરાહજૂર દેવ ગણાતા શનિદેવના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. એવી લોકવાયકા છે કે અહીં પૂજા કરવાથી ભક્તોના તમામ કષ્ટો દૂર થાય છે.
આ પવિત્ર દિવસે ભક્તો શનિદેવને સરસવનું તેલ, આંકડાની માળા, કાળા તલ અને નાળિયેલ ચઢાવી ધન્યતા અનુભવી રહ્યા છે. શનિ મહોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં વિશેષ શનિ યાગ, હોમ-હવન અને સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરાયું છે. વર્ષો પહેલા જંગલ વિસ્તારમાં રહેલી આ મૂર્તિનો જીર્ણોદ્ધાર થયા બાદ આજે તે લાખો ભક્તોની અખંડ આસ્થાનું મોટું કેન્દ્ર બની છે.



