મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શક્તિસિંહ ગોહિલે ઝઘડિયામાં બળાત્કાર કેસમાં આપ્યું નિવેદન, સરકાર પર કર્યા આકરા પ્રહાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે વડોદરા પહોંચ્યાં હતા. જ્ય

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે વડોદરા પહોંચ્યાં હતા. જ્યાં તેમણે ઝઘડિયામાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની મુલાકાત લીધી હતી. આ મામલે શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, "બાળકી સાથે બનેલી આ ઘટના ખુબ જ શરમજનક અને નિંદનીય છે. બાળકી હાલ વેન્ટિલેટર પર છે અને તેને બચાવવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. ગુજરાત સરકારનાં કોઇ પણ મંત્રી કે મુખ્યમંત્રી દીકરીનાં પરિવારને મળવા આવ્યા નથી. આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છે, રાજકારણ કરવાનો નહીં. રાજ્યમાં એક વર્ષમાં 169 બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ બની છે. કોંગ્રેસની સરકારમાં સીધા ગુનેગારોને પક્ષમાં લેવામાં નહોતા આવતા અને ભાજપ દ્વારા આવા ગુનેગારોને સાથે લેવાને લીધે કાયદો વ્યવસ્થા બગાડી રહી છે. રાજ્ય સરકારે આ મામલે ચિંતન કરવું જોઇએ."

આ સમાચાર શેર કરો