VIDEO: જેતપુર પંથકમાં ડીઝલની ભયંકર અછતે ખેડૂતોના ખેતીકામને કરી દીધા ઠપ, ધરતીપુત્રોએ ઉચ્ચારી રસ્તા રોકો જેવી ચીમકી
રાજકોટના જેતપુર પંથકમાં ડીઝલની ભયંકર અછતે ખ
રાજકોટના જેતપુર પંથકમાં ડીઝલની ભયંકર અછતે ખેડૂતોના ખેતીકામને ઠપ કરી દીધા છે. ખેડૂતો વહેલી સવારથી ભૂખ્યા-તરસ્યા પેટ્રોલ પંપ પર કતારોમાં ઉભા રહેવા મજબૂર છે, છતાં પણ જમીનના દાખલા બતાવ્યા બાદ માત્ર 10-20 લિટર ડીઝલ મેળવવું પણ મુશ્કેલ બન્યું છે.
ખેડૂતોના આક્ષેપ મુજબ, અન્ય વાહનોને ઇંધણ મળે છે પણ ખેડૂતોનો વારો આવે ત્યારે જથ્થો ખતમ થઈ ગયાના બહાના અપાય છે. વાવણીના સમયે જ આવી સ્થિતિ સર્જાતા પાક લેવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પૂરતા ડીઝલની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને રસ્તા રોકો જેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.


