મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી, અન્ય દર્દીનું બ્લડ મહિલાને ચઢાવી દેતા હાલત ગંભીર, ICUમાં શિફ્ટ કરાઈ

VIDEO: વડોદરા શહેરની જાણ

તસવીર: GSTV

VIDEO: વડોદરા શહેરની જાણીતી સરકારી હોસ્પિટલ ગોત્રી GMERSમાંથી માનવતા અને તબીબી નૈતિકતાને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારીને કારણે આણંદના ભેટાસી ગામની એક પરિણીતા હાલ હોસ્પિટલના આઈસીયુમાં જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહી છે.

શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના ભેટાસી ગામની રહેવાસી એક પરિણીતા ટીબીની સારવાર હેઠળ હતી. સારવાર દરમિયાન તેનું હિમોગ્લોબિન ઓછું થઈ જતાં તેને વધુ સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. તબીબોએ મહિલાને લોહી ચઢાવવાની સલાહ આપતા તેના પરિવારજનો બ્લડની વ્યવસ્થા કરવા માટે બહાર ગયા હતા.

પરંતુ, પરિવારજનો બ્લડ લઈને પરત ફરે તે પહેલા જ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે અત્યંત ગંભીર ભૂલ કરી હતી. સ્ટાફે અન્ય કોઈ દર્દી માટે મંગાવેલું લોહી આ મહિલાને ચઢાવી દીધું હતું. લોહીનું ગૃપ અલગ હોવા છતાં તેની ખરાઈ કર્યા વગર જ બ્લડ ટ્રાન્સફ્યુઝન શરૂ કરી દેવામાં આવ્યું હતું.

તબિયત લથડતા ફફડાટ
ખોટા ગૃપનું લોહી શરીરમાં જતાં જ મહિલાની પ્રતિક્રિયા આવવા લાગી હતી. તેનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું અને ભારે ગભરામણ થવા લાગી હતી. મહિલાની હાલત વધુ નાજુક બનતા તેને તાત્કાલિક હોસ્પિટલના આઈસીયુમાં વોર્ડમાં ખસેડવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો