મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જલંધર-અમૃતસરમાં થયેલા IED બ્લાસ્ટ બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ, ચંદીગઢમાં હાઈ એલર્ટ જાહેર

પંજાબના જલંધર અને અમૃતસરમાં થયેલા IED બ્લાસ્ટ બાદ સુરક્ષ

પંજાબના જલંધર અને અમૃતસરમાં થયેલા IED બ્લાસ્ટ બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. DGP ગૌરવ યાદવે અમૃતસરની મુલાકાત લીધા બાદ પુષ્ટિ કરી છે કે, આ હુમલા પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓનો હાથ હોઈ શકે છે અને ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ નિમિત્તે માહોલ બગાડવા આ કાવતરું ઘડાયું હોય શકે છે. ખાલિસ્તાન લિબરેશન આર્મીએ સોશિયલ મીડિયા પર આ ધડાકાની જવાબદારી સ્વીકારી DIG સંદીપ ગોયલને નિશાન બનાવવાની ધમકી આપી છે.

જોકે, DGP એ KLA ના જાનહાનિના દાવાઓને જૂઠા ગણાવ્યા છે. તપાસમાં રિમોટ કે ટાઈમરના ઉપયોગની આશંકા સેવાઈ રહી છે અને મોબાઈલ ડેટા સહિતના ટેકનિકલ પુરાવાઓ દ્વારા ISI સાથેના જોડાણની તપાસ કરવામાં આવી રહી છે. ચંદીગઢમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે અને પોલીસની વિશેષ ટીમો આતંકી કાવતરાના મૂળ સુધી પહોંચવા કાર્યરત છે.

આ સમાચાર શેર કરો