VIDEO: ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, પારો ૪૦ થી ૪૩ ડિગ્રી સુધી પહોંચશે તેવું અનુમાન
આગામી દિવસોમાં ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.પશ્ચિમથી ઉ
આગામી દિવસોમાં ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફના પવન ફૂંકાવાને કારણે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો નોંધાશે, જેમાં ખાસ કરીને ૨૬ એપ્રિલના રોજ ગરમીનો પારો ૪૦ થી ૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં પણ ગરમીનો પ્રકોપ વધતા મહત્તમ તાપમાન ૪૨ થી ૪૩ ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાને કારણે તાપમાન ૩૫ થી ૪૦ ડિગ્રીની વચ્ચે રહેશે.







