VIDEO: સુરેન્દ્રનગરના થાનગઢમાંથી સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી સરકારી અનાજને સગેવગે કરવાનું મોટું કૌભ

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી સરકારી અનાજને સગેવગે કરવાનું  મોટું કૌભાંડ ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગરના થાનમાં આંગણવાડીના બાલ શક્તિ અને પૂર્ણ શક્તિના સરકારી જથ્થાને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પ્રાંત અધિકારએ થાનગઢ રોડ પર આવેલી સાંઈઘામ સોસાયટીમાં હિતેન્દ્રસિંહ જાડેજાના મકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

 આંગણવાડીના કુલ છ કટ્ટાઓ મળી આવ્યા

તપાસ દરમિયાન બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટેના બાલ શક્તિ અને પૂર્ણ શક્તિના ચોટીલા-9 આંગણવાડીના કુલ છ કટ્ટાઓ મળી આવ્યા હતા. આ કટ્ટાઓને સગેવગે કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું.પ્રાંત અધિકારીએ આ જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો છે, અને આ પ્રકારના  કૌભાંડો સામે કડક પગલાંની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત