VIDEO: અમદાવાદના LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટલમાં છતની સ્લેબનું ગાબડું પડ્યું, એક વિદ્યાર્થી દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત
અમદાવાદના LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટલમાં છતની સ

અમદાવાદના LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટલમાં છતની સ્લેબનું ગાબડું પડ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે હોસ્ટેલના રૂમમાં ગાબડું પાડવાની ઘટના સામે આવી હતી. બ્લોક નંબર Bના રૂમમાં છતમાં અચાનક ગાબડું પડ્યું અને સ્લેબ પડ્યો હતો. આ ઘટનામાં એક ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે સોલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હોસ્ટેલની છતમાં ગાબડા પડતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
એક વિદ્યાર્થીને માથા અને શરીરના ભાગે ઈજાઓ થઈ
આ દુર્ઘટનામાં રૂમમાં હાજર એક વિદ્યાર્થીને માથા અને શરીરના ભાગે ઈજાઓ થઈ હતી. સાથી વિદ્યાર્થીઓ અને હોસ્ટેલ પ્રશાસન દ્વારા તેને તુરંત સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હાલમાં તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ આ આકસ્મિક ઘટનાએ વિદ્યાર્થીઓની સુરક્ષા અને બિલ્ડિંગની જાળવણી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.



