મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મધ્યપ્રદેશના ખંડવા તંત્રની લાલ આંખ! ગેરકાયદે વ્યવસાય કરતા તત્વોના અનધિકૃત મકાનો પર બુલડોઝરની ગાજ

VIDEO: મધ્યપ

VIDEO: મધ્યપ્રદેશના ખંડવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર વેપાર અને પ્રવૃત્તિઓ વિરુદ્ધ લાલ આંખ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી . તંત્રએ ગેરકાયદેસર વ્યવસાય સાથે સંકળાયેલા તત્વો દ્વારા ઊભા કરવામાં આવેલા અનધિકૃત મકાનો અને બાંધકામો પર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દીધા હતા.

ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ ઝુંબેશથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો . જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા અને ગેરકાયદેસર વેપાર કરનારાઓ સામે આવી કડક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો