મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 17 મેથી પુરુષોત્તમ માસ શરૂ, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠમાં ધાર્મિક કાર્યક્રમો-મનોરથોનું આયોજન

આગામી 17 મેથી પુરુષોત્તમ માસ

આગામી 17 મેથી પુરુષોત્તમ માસ શરૂ થશે.અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠમાં આ અવસરે એક મહિના સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો અને મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા, ગોચરણ લીલા, શ્રીનાથજીનું પ્રાગટ્ય, રાધાઅષ્ટમી, રામનવમી, નવ મનોરથ, દાનલીલા મનોરથ, પવિત્ર એકાદશી તેમજ ગુસાઈજીનો ઉત્સવ જેવા અનેક કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન વિદ્યાપીઠમાં ઋષિકુમારો માટે નવું છાત્રાલય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજિત 30 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ચાર માળના આ છાત્રાલયમાં 100થી વધુ રૂમમાં 500થી વધુ ઋષિકુમારો રહીને અભ્યાસ કરી શકશે.

આ સમાચાર શેર કરો