VIDEO: સુરેન્દ્રનગર ગાયનેક હોસ્પિટલો વિવાદમાં ફસાઈ, જાણો શું છે કારણ
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં આવેલી ગાયનેક હોસ્પિટલમાં લોલમલોલ ચાલતી હોવાનું &nbs
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં આવેલી ગાયનેક હોસ્પિટલમાં લોલમલોલ ચાલતી હોવાનું પ્રાંત અધિકારીની તપાસમાં સામે આવ્યું છે.હોસ્પિટલમાં અનેક પ્રકારની ગંભીર અનિયમિતતા આચરવામાં આવતી હોવાનો આરોપ છે. હોસ્પિટલમાંથી સોનાગ્રાફી મશીન જપ્ત કરવામાં આવ્યું છે. ક્વોલિફાઈડ ઓપરેટર વિના સોનોગ્રાફી મશીન ચલાવવામાં આવતું હતું.સોનોગ્રાફી ગાયનેક ડોક્ટરો દ્વારા કરાવવામાં આવતી નહોતી.હોસ્પિટલમાંથી એક્સપાયરી ડેટની દવાઓ પણ મળી આવી છે.આગોતરે આશીર્વાદ અને સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલો પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
હોસ્પિટલના સંચાલક રાજેશ ગોઝિયા, નિતા ઝીઝુવાડિયા સહિતના આરોપીઓની અટકાયત
સુરેન્દ્રનગર જિલ્લાની આશીર્વાદ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ સાથે ચેડા, ભૃણહત્યા અને ખોટી ડિગ્રીઓના આધારે ગેરકાયદેસર સોનોગ્રાફી તથા ગર્ભપાત કરવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. આ મુદ્દે પોલીસ અને આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે, જેમાં હોસ્પિટલના સંચાલક રાજેશ ગોઝિયા, નિતા ઝીઝુવાડિયા સહિતના આરોપીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
સોનોગ્રાફી મશીનનો દુરુપયોગ થતો હતો
હોસ્પિટલમાં પ્રસુતા મહિલાઓને દુખાવો ઉત્પન્ન કરવા માટે ઇન્જેક્શન આપીને ગર્ભપાત કરવામાં આવતા હોવાના આરોપ છે.આનાથી મહિલાઓનું આરોગ્ય જોખમમાં મુકાયું છે, અને કેટલીક મહિલાઓના મૃત્યુ પછી પોલીસ તપાસમાં આ તારણ સામે આવ્યું છે. હોસ્પિટલમાં લિંગ-નિર્ધારણ માટે સોનોગ્રાફી મશીનનો દુરુપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે. આ મશીન નેપાળમાંથી મંગાવવામાં આવ્યું હતું, જે ભારતીય કાયદા અનુસાર પ્રતિબંધિત છે. રાજેશ ગોઝિયા, જે માત્ર 12મા પાસ છે અને તેને ડોક્ટર તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, તેની ખોટી ડિગ્રીઓની તપાસ ચાલી રહી છે.







