મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના વોર્ડ નંબર 10 માં ભાજપના રિપીટ ઉમેદવારો સામે વિરોધ, 'પ્રો મોદી, એન્ટી BJP'ના પોસ્ટરો લાગ્યા

વડોદરાના વોર્ડ નંબર 10 માં ભાજપના રિપીટ ઉમેદવાર

વડોદરાના વોર્ડ નંબર 10 માં ભાજપના રિપીટ ઉમેદવારો સામે અનોખો વિરોધ જોવા મળ્યો છે. એક યુવાને 'માસ્ક મેન' બની ઘોડેસવારી કરી જનરેશન ઝી (Gen-Z) સ્ટાઈલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરો અવનીબેન અને નીતિન ડોંગા સામે મોરચો માંડ્યો છે. 'પ્રો મોદી, એન્ટી BJP' ના લખાણ સાથેના પોસ્ટરો અને બેનરો ભાયલી-વાસણા રોડ પર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ક્રાંતિકારી સેનાના બેનર હેઠળ આ યુવાને ભાજપના ઉમેદવારોને 'શકુની' ગણાવી જાગૃતિ અભિયાન છેડતા રાજકીય ગરમાવો વધી ગયો છે. આ અનોખો પ્રચાર હાલ સમગ્ર વડોદરામાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમાચાર શેર કરો