VIDEO: PM મોદી અને જર્મન ચાન્સલેર ગાંધીઆશ્રમની લેશે મુલાકાત, પોલીસ છાવણીમાં ફેરવાયો સમગ્ર વિસ્તાર
ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલે PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે..ગાંધીનગરના રાજ

ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલે PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે..ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ રોકાણ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે..જેમાં તેઓ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે મુલાકાત કરવાના છે.
પીએમ મોદી જર્મન ચાન્સેલર સાથે ગાંધી બાપુની કર્મભૂમિ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ભવ્ય સ્વાગત કરશે. પીએમ મોદી જર્મન ચાન્સેલર સાથે ગાંધી બાપુની કર્મભૂમિ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે..જે બાદ આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ગાંધીઆશ્રમની પાસે ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવાયો છે. બંને નેતાઓ હૃદય કુંજ જઈએ મહાત્મા ગાંધીને શ્રધાંજલી અર્પણ કરીને ચરખો કાંતશે.
પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીયે બેઠક
પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીયે બેઠક થશે બંને દેશોના નેતાઓની મુલાકાત દરમિયાન સૌથી વધુ ધ્યાન 8 બિલિયન ડોલરના સબમરીનની ડીલ પર રહેશે, જે બંને દેશો વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી સંરક્ષણ ભાગીદારી બની શકે છે. સંરક્ષણ ઉપરાંત જર્મની ભારત પાસેથી ગ્રીન એમોનિયા ખરીદવા માટે પણ આતુર છે..







