મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાંતલપુરના લોકોને નથી મળી રહી પ્રાથમિક સુવિધા, સ્વાસ્થ્ય સબંધિત ગંભીર સમસ્યા

ગુજરાતના સાંતલપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સાંતલપુર ખાતે આજે પણ અહીંના લોકો મૂળભૂત સુવિધાઓ

ગુજરાતના સાંતલપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સાંતલપુર ખાતે આજે પણ અહીંના લોકો મૂળભૂત સુવિધાઓ માટે તરસ્યા છે. સ્વચ્છ ભારત અભિયાનના નારાં બોલાતા હોય તેવા સમયમાં, આ વિસ્તારના રહેવાસીઓ સ્વચ્છતા, પીણા પાણી અને સારા રસ્તાઓ જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં એકપણ રસ્તો અથવા વિસ્તાર એવો નથી, જ્યાં વરસાદી પાણી અને ગટરનું પાણી ભરાયા ના હોય. ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીએ રહેણાંક વિસ્તારોને અને રસ્તાઓને ગંદા કરી મૂક્યા છે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.

આ સમાચાર શેર કરો