મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણના સાંતલપુરના ગ્રામ્ય જિલ્લામાં પાણી માટે વલખા મારે છે લોકો, નળ સે જળ યોજના સંપૂર્ણ રીતે નિષ્ફળ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ છેલ્લા ઘ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી વરસી રહી છે. તો છેવાડાના કેટલાક ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે.

 પાણીની ગંભીર સમસ્યાએ ગામલોકોને હેરાન કર્યા 

મળતા અહેવાલ પ્રમાણે  પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને ચોરાડ પંથકમાં, કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની ગંભીર સમસ્યાએ ગામલોકોને હેરાન કર્યા છે.

નળ સે જળ યોજના ઠપ્પ

નળ સે જળ યોજના હેઠળ પાણી પુરવઠાની વ્યવસ્થા થયાના દાવા થયા હોવા છતાં, છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી, અને નળોમાં પાણી ન આવવાથી લોકોને કોઈ લાભ નથી મળ્યો. આના કારણે ગામલોકોને શુદ્ધ પીવાના પાણી માટે દૂર-દૂર સુધી રઝળપાટ કરવી પડે છે, જેનાથી ખાસ કરીને મહિલાઓ અને બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ સમાચાર શેર કરો