VIDEO: પાટણની કૃષ્ણા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પાસે BU પરમિશનનો અભાવ
પાટણ ભારતીય જનતા પક્ષમાં અંદરોઅંદરના મતભેદો હવે બાહર આવ્યા છે અને તેને લઈ પાટણ શહેર બીજે
પાટણ ભારતીય જનતા પક્ષમાં અંદરોઅંદરના મતભેદો હવે બાહર આવ્યા છે અને તેને લઈ પાટણ શહેર બીજેપી એક જૂથ સક્રિય બન્યું અને પૂર્વ પ્રદેશ પ્રમુખ કે સી પટેલ વચ્ચે કોલ્ડ વોર સરું થયું છે. જેમાં ટાર્ગેટ કરી છે કૃષ્ણા હોસ્પિટલ. પાટણ નગર પાલિકાના નગર સેવક દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને કરી લેખિત રજુઆત કરાઈ છે કે, પાટણમાં આવેલ કૃષ્ણા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ની બીયુ પરમિશન ન હોઈ બંધ કરવા રજુઆત કરાઈ છે. સાથેસાથે લિફ્ટ પણ ગેરકાયદે હોવાનું ખુદ ચીફ ઓફિસર એ કબૂલ્યું છે. બીયુ પરમિશન વગર હોસ્પિટલ શરુ થઇ હોઈ કોઈ ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલ પણ ઉભા થઈ રહ્યા છે.
જોકે આ બધા વચ્ચે હવે અહમ નો પ્રશ્ન આવ્યો છે જો પરમિશન મલે તો પાલિકાના સદસ્ય કોર્ટ મેટર જવા ની તૈયારીઓ ચાલી રહી છે




