VIDEO: આસામના દિબ્રુગઢમાં ચકચાર! ULFA કમાન્ડર પરેશ બરુઆના ઘરે અજાણ્યા હુમલાખોરોનો આતંક
ડિબ્રુગઢમાં ઉલ્ફા કમાન્ડર પરેશ બરુઆના ઘરે ફાયરિંગ થતા ચકચ
ડિબ્રુગઢમાં ઉલ્ફા કમાન્ડર પરેશ બરુઆના ઘરે ફાયરિંગ થતા ચકચાર મચી છે.. મધરાતે અજાણ્યા હુમલાખોરોએ દહેશત મચાવી હતી.. આ પરિવાર ત્રીજી વખત નિશાન બનતા હાલ પરિવારમાં ભયનો માહોલ છે.
અસમના ડિબ્રુગઢમાં ઉલ્ફા કમાન્ડર પરેશ બરુઆના પૈતૃક નિવાસસ્થાને મધરાતે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર પરિવાર ભયભીત થઈ ગયો છે.. પરેશ બરુઆના ભાઈ બિકુલ બરુઆ અને ભત્રીજા ચુકફા બરુઆના જણાવ્યા અનુસાર મધરાતે અચાનક થયેલા અવાજથી પરિવાર જાગી ગયો હતો અને સુરક્ષા માટે હોલમાં એકઠા થયો હતો.. પરિવારને શંકા છે કે આ હુમલો નાણાકીય બાબતો અથવા ખંડણીના ઈરાદાથી કરવામાં આવ્યો હોઈ શકે છે.. નોંધનીય છે કે અગાઉ વર્ષ બે હજાર અને બે હજાર એકમાં પણ આ જ પ્રકારે હુમલાની ઘટનાઓ બની ચુકી છે.




