Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'El Nino' ​​eclipse on monsoon: Meghraja will be angry in 2026, know the worrying prediction of the Meteorological Department

ચોમાસા પર 'અલ નીનો'નું ગ્રહણ: 2026માં મેઘરાજા થશે નારાજ, જાણો હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ચોમાસા પર 'અલ નીનો'નું ગ્રહણ: 2026માં મેઘરાજા થશે નારાજ, જાણો હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
સોર્સ : GSTV

દેશમાં આ વખતે ચોમાસાને લઈને હવામાન વિભાગે ચિંતાજનક એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચોમાસા અંગે ચિંતા વ્યક્ત કરી છે. IMDએ સંભાવના વ્યક્ત કરી છે કે 2026નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા નબળું રહી શકે છે. જેનો અર્થ એ છે કે વરસાદ ઓછો થશે. હવામાન વિભાગ (IMD) મુજબ, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશભરમાં વરસાદ લોંગ પીરિયડ એવરેજ (LPA)ના 92 ટકા રહેવાનો અંદાજ છે, જે 'બિલો નોર્મલ' (સામાન્યથી ઓછું) શ્રેણીમાં આવે છે. સાથે જ હવામાન વિભાગે અલ નીનો સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરી છે, જેનાથી ચોમાસા પર વધુ દબાણ વધી શકે છે.

App Store

નબળા ચોમાસા તરફ ઈશારો
વર્ષ 2026ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા અંગે જાહેર કરાયેલા લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં આ વખતે દેશભરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આ વર્ષે ચોમાસાની સિઝન (જૂન થી સપ્ટેમ્બર) દરમિયાન કુલ વરસાદ દીર્ઘકાલીન સરેરાશ (LPA)ના લગભગ 92 ટકા રહી શકે છે. આ અંદાજમાં પ્લસ માઈનસ 5 ટકાની ભૂલ શક્ય છે, એટલે કે વાસ્તવિક વરસાદ 87 ટકાથી 97 ટકાની વચ્ચે રહી શકે છે. એટલે કે વાસ્તવિક વરસાદ આનાથી થોડો ઉપર-નીચે થઈ શકે છે, પરંતુ પ્રારંભિક સંકેતો નબળા ચોમાસા તરફ ઈશારો કરી રહ્યા છે.

દેશમાં વરસાદી સિઝનમાં જોવા મળશે અસમાનતા
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, 1971થી 2020ના આંકડાઓના આધારે દેશમાં ચોમાસાનો સરેરાશ વરસાદ 87 સેમી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં 2026નો અંદાજ આ સરેરાશથી નીચે રહેવા તરફ સંકેત આપે છે. આ સ્થિતિ કૃષિ, જળ સંસાધનો અને ગ્રામીણ અર્થતંત્ર પર અસર કરી શકે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં વરસાદ પર નિર્ભરતા વધુ છે. જો કે પૂર્વોત્તર ભારત, ઉત્તર-પશ્ચિમના કેટલાક ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં સામાન્ય અથવા તેનાથી વધુ વરસાદ થઈ શકે છે. આ પ્રાદેશિક અસમાનતા ચોમાસાના વિતરણને પ્રભાવિત કરી શકે છે.

અલ નીનો ચોમાસાને નબળું પાડે છે
એપ્રિલ થી જૂન 2026 વચ્ચે ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરમાં ENSO (એલ નીનો-સધર્ન ઓસિલેશન)ની સ્થિતિ તટસ્થ રહેવાની શક્યતા છે. પરંતુ જૂન પછી અલ નીનો જેવી પરિસ્થિતિઓ વિકસી શકે છે, જે સામાન્ય રીતે ભારતમાં ચોમાસાને નબળું પાડે છે. સાથે જ પ્રચંડ ગરમી પણ લોકોની હાલત ખરાબ કરી શકે છે. બીજી તરફ, જો અલ નીનો સંપૂર્ણ રીતે વિકસિત થાય છે, તો વરસાદમાં ધાર્યા કરતાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. હિંદ મહાસાગરમાં હાલમાં ઇન્ડિયન ઓશન ડાઇપોલ (IOD)ની સ્થિતિ તટસ્થ બનેલી છે, પરંતુ ચોમાસાના અંત સુધીમાં તે સકારાત્મક થવાની સંભાવના છે. સકારાત્મક IOD સામાન્ય રીતે ચોમાસા માટે સાનુકૂળ માનવામાં આવે છે અને તે અલ નીનોની નકારાત્મક અસરોને અમુક અંશે સંતુલિત કરી શકે છે એટલે કે તેને ઠારી શકે છે.