Surat news: યુવક જાહેરમાં ગાંજાનો નશો કરતો હોવાનો વીડિયો વાયરલ, પોલીસે આરોપીની કરી અટકાયત
સુરતમાં એક યુવક જાહેરમાં ગાંજાનો નશો કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ

સુરતમાં એક યુવક જાહેરમાં ગાંજાનો નશો કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તેની આકરી પૂછપરછ કરતાં આ ગાંજો રેલ્વે ટ્રેક નજીકથી લાવ્યો હોવાનું કબૂલ્યું છે.
રેલ્વે ટ્રેક નજીકથી ગાંજો લાવ્યો હોવાની કબૂલાત
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી એપલ સ્ક્વેર સોસાયટીના કેમ્પસમાં જાહેરમાં ગાંજાનો નશો કરતા યુવકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. સોસાયટીના જ એક જાગૃત નાગરિક દ્વારા આ કૃત્ય કેમેરામાં કેદ કરવામાં આવ્યું હતું, જેના આધારે સરથાણા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અંકિત હીરપરા નામના યુવકની અટકાયત કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ રેલ્વે ટ્રેક નજીકથી ગાંજો લાવ્યો હોવાની અને નશો કર્યો હોવાની કબૂલાત કરી માફી માંગી છે.



