VIDEO: નરોડામાં રોડ પર મહિલાના હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો વાયરલ, જાણો શું છે સત્ય
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ભવાની ચોક પાસે એક મહિલા રોડ પર આળોટતી હોય તેવો વિડિયો વાયર
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ભવાની ચોક પાસે એક મહિલા રોડ પર આળોટતી હોય તેવો વિડિયો વાયરલ થયો હતો, લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મહિલા નશામાં ધૂત છે, જેના કારણે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.
તપાસના અંતે જાણવા મળ્યું છે કે મહિલા નશામાં નહોતી, પરંતુ તે માનસિક રીતે અસ્થિર છે અને તેનો કોઈ વાલી વારસ નથી. માનવતાવાદી અભિગમ અપનાવીને, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની She Team દ્વારા મહિલાની સુરક્ષા અને યોગ્ય સંભાળ માટે તેને અસારવા ખાતેના સખી સેન્ટરમાં મોકલી આપવામાં આવી છે.



