VIDEO: બનાસકાંઠામાં વધુ એક તાલિબાની સજાનો વીડિયો વાયરલ, પોલીસની કામગીરી સામે અનેક સવાલ
બનાસકાંઠા: જીલ્લામાંથી વધુ એક તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો છે. એક અઠવાડિયા અગાઉ પણ આવી જ એક
બનાસકાંઠા: જીલ્લામાંથી વધુ એક તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો છે. એક અઠવાડિયા અગાઉ પણ આવી જ એક ઘટના સામે આવી હતી. ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. આ વાયરલ વીડિયોની GSTV પુષ્ટિ કરતું નથી. અગાઉ પણ આ પ્રકારના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે, જેમાં લોકો કાયદાને હાથમાં લઈ આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, દોરડા વડે ઝાડ સાથે બાંધી કેટલાક શખ્સો 2 યુવકોને તાલિબાની સજા આપી રહ્યા છે. આ યુવકો યુવતીને ઉપાડી જવા માટે આવ્યા હોવાનો આરોપ લગાવી કેટલાક શખ્સો દ્વારા તેમને માર મારી માથામાંથી વાળ ઉતારી નાખ્યા હતા.






