VIDEO: વડોદરા જિલ્લા પંચાયતના નવ નિયુક્ત કારોબારી સમિતિના ચેરમેન એક્શનમાં
વડોદરા જિલ્લા પંચાયતના નવ નિયુક્ત કારોબારી સમિતિના ચેરમેને RCC
વડોદરા જિલ્લા પંચાયતના નવ નિયુક્ત કારોબારી સમિતિના ચેરમેને RCC રોડના કામમાં થયેલી ગેરરીતિ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. વાઘોડિયા વિસ્તારમાં માડોધર રોડ પર રૂપિયા 3.66 કરોડના ખર્ચે બનેલા RCC રોડમાં કામ પૂર્ણ થાય તે પહેલાં જ મસમોટી તિરાડો પડતા ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા હતા.
સ્થાનિકોએ કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાની ફરિયાદ કરી હતી. રોડનું લોકાર્પણ થાય તે પહેલાં જ “તુટાર્પણ” થઈ જતાં કામની ગુણવત્તા સામે અનેક સવાલ ઉભા થયા છે. ચેરમેને સ્પષ્ટ કહ્યું કે રોડ-રસ્તાના કામમાં પંચાયતના રૂપિયા ખંખેરનારાઓને હવે બિલકુલ બખ્શવામાં નહીં આવે.


