VIDEO/ ભાભર નગરપાલિકામાં નવી વરણી: અમરતભાઈ માળી પ્રમુખ અને બાલુભા રાઠોડ ઉપપ્રમુખ
ભાજપ શાસિત ભાભર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની અઢી વર્ષની વરણી પૂર્ણ થતા રાજકીય ગરમાવો શાંત થયો છે. લ

ભાજપ શાસિત ભાભર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની અઢી વર્ષની વરણી પૂર્ણ થતા રાજકીય ગરમાવો શાંત થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે પ્રમુખ પદ માટે અમરતભાઈ માળી અને ઉપપ્રમુખ પદ માટે બાલુભા રાઠોડની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી. થરાદના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રક્રિયામાં બંને પદ માટે એક-એક ઉમેદવારી ફોર્મ આવતા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. હવે શહેરના રોડ-રસ્તા, પાણી, ગટર અને સફાઈ સહિતના વિકાસ કાર્યોમાં નવી ટીમ કેટલી સફળ થાય છે તેના પર સૌની નજર રહેશે.



