VIDEO: સુરતના VIP રોડ પર નબીરાઓએ અકસ્માત સર્જયો, મહિલાની કારને ટક્કર મારી ફરાર
સુરતના વેસુ VIP રોડ પર ફરી એકવાર નબીરાઓ બેફામ બન્યા છે. મંથન પટેલ અને ઋષિ પટેલ નામન

સુરતના વેસુ VIP રોડ પર ફરી એકવાર નબીરાઓ બેફામ બન્યા છે. મંથન પટેલ અને ઋષિ પટેલ નામના યુવકોએ દારૂની પાર્ટી બાદ મહિન્દ્રા BE-6 અને BMW કાર વચ્ચે રેસ લગાવી હતી. 120 થી વધુની ઝડપે દોડતી આ કારોએ સ્વિફ્ટ કારને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.
સ્વિફ્ટમાં સવાર મહિલાને ઈજાઓ પહોંચી
જેમાં સ્વિફ્ટમાં સવાર મહિલાને ઈજાઓ પહોંચી છે.અકસ્માત એટલો જોરદાર હતો કે મનપાના ત્રણ લાઈટ પોલ ઉખડી ગયા હતા. ઘટનાસ્થળેથી દારૂના ગ્લાસ મળી આવ્યા છે, જોકે આક્ષેપ છે કે પુરાવા નાશ કરવા દારૂની બોટલો ગાયબ કરી કાર સાફ કરવામાં આવી હતી. હાલ વેસુ પોલીસે ફરાર BMW ચાલકની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત








