મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ બાબરામાં મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ: હત્યાના સ્થળે આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું

અમરેલી જિલ્લાના બાબરામાં કરિયાણા જીવાપર રોડ પર થયેલી હત્યાની ઘટનામાં પોલીસે મ

અમરેલી જિલ્લાના બાબરામાં કરિયાણા જીવાપર રોડ પર થયેલી હત્યાની ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભરત ઉગરેજીયા નામના યુવકની 10 શખ્સોએ મળીને ક્રૂર હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુરાપુરાની ખાંભી કાઢી નાખવાના મુદ્દે સમાધાન માટે બોલાવી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને લઈને બાબરા પોલીસે તમામ 10 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો