VIDEO/ વૈશ્વિક અર્થતંત્ર માટે રાહત: હોર્મુઝની સામુદ્રધૂનીમાંથી 24 કલાકમાં 20થી વધુ માલવાહક જહાજો પસાર થયા
વૈશ્વિક વેપાર અને ખાસ કરીને તેલના પુરવઠા માટે અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝની
વૈશ્વિક વેપાર અને ખાસ કરીને તેલના પુરવઠા માટે અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝની સામુદ્રધૂની (Strait of Hormuz) માંથી રાહત આપનારા સમાચાર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં આ વ્યૂહાત્મક માર્ગ પરથી 20 થી વધુ મોટા માલવાહક જહાજો સફળતાપૂર્વક પસાર થયા છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલી રહેલા રાજકીય અને લશ્કરી તણાવ વચ્ચે આટલી મોટી સંખ્યામાં જહાજોની અવરજવર વૈશ્વિક અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે.
ઉર્જા સુરક્ષા માટે લાઈફલાઈન
નોંધનીય છે કે હોર્મુઝની સામુદ્રધૂની દુનિયાના કુલ તેલ પુરવઠાના મોટા હિસ્સા માટે એકમાત્ર માર્ગ છે. ખાડી દેશોમાંથી આવતું કાચું તેલ અને ગેસ આ સાંકડા દરિયાઈ માર્ગે થઈને જ ભારત સહિતના વિશ્વના દેશો સુધી પહોંચે છે. જો આ માર્ગ પર તણાવ વધે તો વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં મોટો ઉછાળો આવવાની ભીતિ રહેતી હોય છે.
સુરક્ષા એજન્સીઓની ચાંપતી નજર
વર્તમાન પરિસ્થિતિને જોતા આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ અને નૌકાદળ દ્વારા આ રૂટ પર સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જહાજોના પરિવહનમાં કોઈ અવરોધ ન આવે અને ઈંધણ તેમજ અન્ય જરૂરી ચીજવસ્તુઓ સમયસર પહોંચી શકે તે માટે એજન્સીઓ સતત તૈનાત છે. ભારત માટે પણ આ રૂટ પર સ્થિરતા જળવાઈ રહેવી અનિવાર્ય છે, કારણ કે ભારતની ઉર્જા જરૂરિયાતોનો મોટો ભાગ આ જ રસ્તેથી આવતા પુરવઠા પર નિર્ભર છે.







